યુવક યુવતીને અવાર નવાર ફોન કરતો હતો
સુરત, તા.૧૭
પરિવારથી દિકરી સાથે મિત્રતા રાખનાર યુવકને પરિવારે માર મારી અપહરણ કરી ગયાનો બનાવ સરથાણા પોલીસ મથકે નોંધાયો હતો.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સરથાણા સીતારામ સોસાયટીમાં રહેતાં ચંદ્રેશભાઈ દેવાયતભાઈ ખાગડ, સંજય દેવાયતભાઈ ખાગડ અને અન્ય બે જણાંએ ફરિયાદી ઘનશ્યામને પકડી લોખંડની પાઈપથી માર મારી અપહરણ કરી જઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ તા.૧૫-૪-૨૦૧૯ના રોજ બન્યો હતો. ફરિયાદી ઘનશ્યામે ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીને એક યુવતી સાથે મિત્રતા હોય અવાર નવાર ફોન ઉપર વાતો કરતા આરોપીઓએ જીવલેણ હુમલો કરી અપહરણ કરી ગયા હતા. બનાવ અંગે સરથાણા પોલીસે ફરિયાદ નોંધી પો.ઈન્સ્પે. એમ.એમ. પુવારે તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




