વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદથી તાપમાનનો પારો ગગડ્યો

0
7

સુરતમાં ઠંડો પવન ફુંકાતા બળબળતા ઉનાળામાં ભારે રાહત
સુરત, તા.૧૭
વેસ્ટર્ન ડીર્સ્ટબન્સના લીધે છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર માવઠું થતા એિ­લ મહિનાના ત્રીજા સપ્તાહ દરમ્યાન અશહ્ના ગરમીથી હંગામી રાહત મળી રહી છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૩૭.૦૩ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૩.૦ ડીગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૫૭ ટકા તેમજ હવાનું દબાણ ૧૦૧૩.૪ મિલીબાર નોîધાયું છે. શહેરમાં સવારથી ઉત્તર દિશા તરફથી કલાકના ૨ કિલોમીટરની ઝડપે ગરમ પવન ફુંકાઈ રહ્ના છે.
નવસારીમાં અધિકતમ તાપમાન ૩૬.૪ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૧.૬ ડીગ્રી નોંધાયું છે. વલસાડમાં અધિકતમ તાપમાન ૩૫.૫ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૫ ડીગ્રી નોંધાયું છે. ઉત્તર ગુજરાતમાં થયેલ કમોસમી વરસાદ બાદ આજે શહેરમાં સવારથી ઠંડો પવન ફુંકાઈ રહ્ના છે. શહેરીજનોને ઉનાળાની ગરમી ઉકળાટ અને બફારાથી હંગામી રાહત મળી રહી છે.
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક પ્રાંતમાં વાવાઝોડા સાથે કરા પડતા વેસ્ટર્ન ડીસ્ટબન્સની અસર દક્ષિણ ગુજરાતમાં પણ થઈ છે. તેથી દક્ષિણ ગુજરાતના તાપમાનમાં ધરખમ ઘટાડો થતા બળબળતા ઉનાળાના આકરા તાપમાંથી લોકોને હંગામી રાહત મળી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY