વેપારી પાસેથી જાંગડ પર હિરાનો માલ ખરીદી દલાલે હાથ ઉંચા કરી દીધા

0
9

છેતરપિંડી કરાતા પોલીસ ફરિયાદ
સુરત, તા.૧૭
જાંગડ ઉપર લાખો રૂપિયાના હિરા વેચવા માટે લઈ જઈ અનેક હિરા વેપારીઓ સાથે ઠગાઈ કરનાર હિરા દલાલ સામે મહિધરપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી.
મહિધરપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વરાછા સુદામા ચોક સાંઈ મિલન રેસીડેન્સીમાં રહેતાં ઘનશ્યામભાઈ કાલુભાઈ લીંબાણીએ આરોપી હિરા દલાલ તુષાર અમરશી સવાણી (સાંઈ મિલન વરાછા) વિરૂદ્ધ ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી તુષાર ફરિયાદી ઘનશ્યામભાઈ પાસે આવીને જાંગડ ઉપર તૈયાર હીરા દલાલીથી વેચવા માટે વિશ્વાસ આપી રૂ.૧૦,૩૦,૫૦૦ની કિંમતના હીરા લઈ ગયા બાદ પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. બનાવ અંગે મહિધરપુરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી હિરા દલાલ તુષાર સવાણીએ આ રીતે અનેક વેપારીઓ પાસેથી જાંગડથી માલ ખરીદી લાખો રૂપિયાની કિંમતના હિરા વેચવા માટે લઈ જઈ ઠગાઈ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY