સ્થિત સ્વામીનારાયણ ગુરૂકુળમાં તપાસ કરી
સુરત, તા.૧૭
વેડરોડ સ્વામીનારાયણ ગુરુકુળના સ્વામી પતિત પાવને ગુરૂકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને રૂમમાં બોલાવી હસ્તમૈથુન કરાવવાની કોશિશ સંદર્ભે વિદ્યાર્થીના પરિવારે કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સ્વામી પતિત પાવનની ધરપકડ કરવા માટે દોડધામ હાથ ધરી છે.
વેડરોડ સ્થિત સ્વામીનારાયણ ગુરૂકુળના સ્વામી પતિત પાવન સ્વામીએ ધો.૯માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે અડપલા કર્યાની ઘટના સંદર્ભે કતારગામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદ સંદર્ભે પો.સ.ઈ. એ.કે. ભરવાડે આરોપી સ્વામીની ધરપકડ કરવા માટે મંદિરમાં તપાસ કરતાં આ સ્વામી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ સ્વામીએ મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો છે. કતારગામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.કે. ભરવાડના જણાવ્યા મુજબ હાલ કેસની તપાસ ચાલી રહી છે અને આરોપી સ્વામીની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન કર્યા છે. આ અંગે મંદિરમાં પણ તપાસ કરવામાં આવતા સ્વામી પતિત પાવન મળી આવ્યા નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




