લોકસભા મહાચૂંટણી પર્વમાં અમરોલી કોલેજમાં મતદાર જાગૃતિ અભિયાન

0
27

વિદ્યાર્થીઓએ અચૂક મતદાન કરવાના શપથ ગ્રહણ કર્યા
સુરત, તા.૧૭
જીવન જ્યોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત જે. ઝેડ. શાહ આર્ટસ એન્ડ એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજ, અમરોલી એન.એસ.એસ.ના ઉપક્રમે મંગળવાર તા. ૧૬-૦૪-૨૦૧૯ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ચૂંટણી કમિશનર અને કલેક્ટર સુરત મહાનગરપાલિકાની કચેરીના સંયુકત ઉપક્રમે ‘મતદાન જાગૃતિ અભિયાન’ સંદર્ભમાં અમરોલી કોલેજના યુવા મતદારોને મતદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે શ્રી એચ.એચ. રાજગુરૂ (જિલ્લા શિક્ષણ અધિકારી), વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એન.એસ.એસ. પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ભરતભાઈ ઠાકોર અરૂણભાઈ અગ્રવાલ (એજ્યુકેશન ઈન્સ્પેક્ટર) જયેશભાઈ ગાંધી (ડેપ્યુટી કમિશનર એસએમસી) આર. જે. વી. (બ્રાન્ડ એમ્બેસેડર, મતદાર જાગૃતિ અભિયાન) તેમજ અમરોલી કોલેજના પ્રિ. ડો. કે.એન. ચાવડા અને એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસરો હાજર રહ્ના હતા. આ કાર્યક્રમ અંતર્ગત એન.એસ.એસ. પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ભરતભાઈ ઠાકોર અને આર.જે.વીર (બ્રાન્ડ એમ્બેસેડર, મતદાર જાગૃતિ અભિયાન) દ્વારામતદાન અંગે જાગૃતિ સમાજમાં વધુને વધુ આવે તે માટે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે પ્રો. ડો. કે. એન. ચાવડાએ જણાવ્યું હતું કે, ભારત દેશની લોકસભાના જતન માટે દેશના તમામ નાગરિકોએ મતદાન કરવું જરૂરી છે. દેશના ભવિષ્યનો વિકાસ, શિક્ષણ અને આરોગ્યનો આધાર સરકારની પોલીસી ઉપર આધારિત હોય છે કેવી સરકાર આપણું પ્રતિનિધિત્વ કરશે તેનો નિર્ણય મતદારોએ કરવાનો હોય છે ભારત દેશને સ્વતંત્રતા અપાવવામાં જેનો મુખય ફાળો તેવા સ્વાતંત્ર્ય સેનાઓનું સ્વિપ્ન સાકાર કરવા માટેની જવાબદારી આપણી છે આ ત્યારે તેજ શક્ય બને જ્યારે દેશમાં આપણું પ્રતિનિધ્વ કરતા લોકો પ્રમાણિક, નિષ્ઠાવાન, વફાદાર અને દેશપ્રેમી હોય… આવા પ્રતિનિધિઓને ચૂંટવા માટે દરેક નાગરિકે મતદાન કરવું જરૂરી છે. આ પ્રસંગે કોલેની તમામ વિદ્યાર્થિનીઓ અને કર્મચારીઓએ મતદાન કરવા માટેના શપથ લીધા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY