સુરત શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત ૮૯૧.૨૯ કરોડના ૪૧ પ્રોજેક્ટો પૂર્ણ

0
5

રૂ. ૧૮૭૮.૨૪ કરોડના ૨૭ પ્રોજેક્ટોના કામો પ્રગતિ હેઠળ છે
સુરત, તા.૧૭
સુરત શહેર માટે સ્માર્ટ સિટી અંતર્ગત એરિયા ડેવલપમેન્ટ, ઈકોનોમીક ડેવલપમેન્ટ, રીનેવેબલ એનર્જી, એનવાઈરનમેન્ટ ડેવલપમેન્ટ, હેરીટેજ રીસ્ટોરેશન, એફોરડેબલ હાઉસીંગ, આઈટી કનેકટીવીટી અને ડિજીટીલાઈઝેશન, નોન-મોટોરાઈઝડ ટ્રાન્સપોર્ટ, સીવરેજ, સોલીડ-વેસ્ટ મેનેજમેન્ટ, સ્ટ્રામ-વોટર મેનેજમેન્ટ, અરબન ટ્રાન્સપોર્ટ, વોટર સપ્લાય સેકટર અંતર્ગત કુલ રૂ. ૨૯૬૮.૦૪ કરોડના ૭૪ પ્રોજેક્ટનો થનાર છે. જે પૈકી રૂ. ૧૦૦૦ કરોડ સ્માર્ટ સિટી મિશન તરફથી સુરતને ફાળવવામાં આવનાર છે.ત તેમજ પીપીપી ધોરણે અંદાજીત રૂ. ૭૪૬.૧૧ કરોડ તેમજ સુરત મહાનગરપાલકાના સ્વભંડોળ સિવાય, કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના વિવિધ સ્કીમો હેઠળના સમન્વયથી થનાર ખર્ચ રૂ. ૭૩૧.૧૪ કરોડની રકમનો પણ સમાવશે થયેલ છે. જે કુલ ૫ (પાંચ) વર્ષના સમયગાળામાં અમલીકરણનું કરવાનું આયોજન છે.
હાલમાં અંદાજીત રૂ. ૮૯૧.૨૯ કરોડના કુલ ૪૧ પ્રોજેક્ટસ પૂર્ણ થઈ ગયેલ છે. અંદાજીત રૂ. ૧૮૭૮.૨૪ કરોડના કુલ ૨૭ પ્રોજેકટ કાર્યરત/ પ્રગતિ હેઠળ, અંદાજીત રૂ. ૭૪.૯૦ કરોડના કુલ ૨ પ્રોજેક્ટસ ટેન્ડર સ્કુટિની હેઠળ, અંદાજીત રૂ. ૧૦૬.૧૫ કરોડના કુલ ૦૩ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડેલ છે. અંદાજીત રૂ. ૧૭.૪૬ કરોડના કુલ ૦૧ પ્રોજેક્ટ્સ ટેન્ડર લેવલે છે.
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત સુરત સ્માર્ટ સીટી એસપીવીને ભારત સરકાર તરફથી ગ્રાંટ પેટે રૂ. ૨૯૧.૭૫ કરોડ, ગુજરાત સરકાર તરફથી રૂ. ૧૪૬.૦૦ કરોડ મળેલ છે. ગત નાણાકીય વર્ષના અંત સુધી રૂ. ૧૧૯૧.૦૦ કરોડ થયેલ છે. તે અન્ય સ્માર્ટ સિટીથી થયેલ ખર્ચ કરતા સર્વાધિક છે અને રૂ. ૧૦૦૦.૦૦ કરોડથી વધુ ખર્ચ કરનાર સુરત એકમાત્ર સ્માર્ટ સિટી છે. વધુમાં વર્ષ ૨૦૧૯-૨૦માં સ્માર્ટ સિટી પ્રોજેક્ટસ અંતર્ગત અંદાજીત કુલ રૂ. ૭૦૯.૨૬ કરોડનો નાણાકીય ખર્ચ થનાર છે.
અત્યાર સુધી સ્માર્ટ સિટી મિશન અંતર્ગત કુલ એકતાળીસ (૪૧) પ્રોજેક્ટો પૂર્ણ કરવામાં આવેલ છે. તેમજ સ્માર્ટ સિટી મિશનની ચોથી વર્ષગાંઠ ૨૫મી જૂન, ૨૦૧૯ સુધી વધુ રૂ. ૩૩૬.૧૧ કરોડના કુલ નવ (૯) પ્રોજેક્ટો પૂર્ણ કરવાનું આયોજન છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY