સુરત,તા.૧૭
ન્યુ સિટીલાઈટમાં ડીઆરબી કોલેજની સામે પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં મંગળવારે સાંજે ૧૧ વર્ષના તરૂણનું ડૂબી જતા મોત થયું હતું. આ સ્વિમિંગ પુલમાં ૪ તરવૈયાઓ તૈનાત છતાં તરૂણનું મોત થતા ગંભીર બેદરકારી સામે આવી છે. ચૈતન્ય માતા-પિતાનો એકનો એક સંતાન હતો.
મૂળ મહારાષ્ટ્રના રાયગઢના વતની અને મગદલ્લા સુમન સ્વીટમાં રહેતા વિઠ્ઠલભાઈ કનોજેનો ૧૧ વર્ષનો પુત્ર ચૈતન્ય તેની માતા પ્રતિભાબેન સાથે પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં તરતા શીખવા ગયો હતો. માતા સ્વિમિંગ પુલમાં તેને સામે બેસીને જાતી હતી. તે અરસામાં માત્ર બે મિનિટમાં ચૈતન્ય પાણીમાં ડૂબી જતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. ચૈતન્ય લોકભારતી સ્કુલમાં ઘો-૫માં ભણતો હતો અને તેના પિતા સેલ્સમેન છે અને માતા ફિઝિયોથેરાપીને ત્યાં નોકરી કરે છે. ખટોદરા પોલીસે બાળકને પીએમ માટે મોકલી આપ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




