સિવિલ હોસ્પિટલમાં માનસિક બીમાર આધેડે ધમાલ મચાવી

0
8

સુરત,તા.૧૭
સિવિલ હોસ્પિટલમાં એક માનસિક બીમાર આધેડે ધમાલ મચાવતા દર્દીઓ અને તેના સગા સંબંધીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. ઉધના રોડ નંબર ૬ પરથી ૧૦૮માં આધેડને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. ૧૦૮ નવાગામના ઈએમટીએ જણાવ્યું હતું કે, રોડ પર કપડાં ઉતારી ધમાલ મચાવતા લોકોએ પથ્થર અને લાકડાંથી ફટકારી બાંધી દીધો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી.
પોલીસની હાજરીમાં ૧૦૮માં આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. હોસ્પિટલમાં બાથ બાંધેલા હોવા છતા ભાગદોડ કરી અમુલ પાર્લરમાં પ્લાસ્ટિકની બોટલો ફેંકતા લોકો ભેગા થઈ ગયા હતા. ધમાલ મચાવી રસ્તા પર દોડા દોડી કરતા દર્દીઓ અને તેમના સગાઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY