તળાવમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી

0
9

સુરત,તા.૧૭
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં કન્યાસી ગામે આવેલ મચ્છીના તળાવમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે યુવાનની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં કન્યાસી ગામે પંચાયત ફળિયામાં રહેતા નફીશભાઇ યુસુફભાઈ મનસુર નાઓનું કન્યાસી ગામે શિવકૃપા સખી મંડળ નામનું મચ્છીનું તળાવ આવેલ છે. તા-૧૬ એપ્રિલના રોજ તળાવના પાણીમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવાન ૩૦ થી ૩૫ વર્ષની વયનો જણાતો હતો. બનાવ અંગે નફીશભાઇએ કીમ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અજાણ્યા યુવાનના મૃતદેહનો કબ્જો લઈ યુવાનની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY