સુરત,તા.૧૭
લિંબાયત વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય યુવતીનો બે વર્ષ પહેલાં સિટી બસમાં ડ્રાઈવર તરીકે કામ કરતા રમેશ ડમર મહંતો વર્મા સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા ગત ૧૯ જાન્યુઆરીના રોજ ચોક વિસ્તારમાં આવેલા મંદિરમાં પ્રેમલગ્ન કરી લીધા હતા. દરમિયાન ગત ૧૬ ફેબ્રુઆરીના રોજ રેમશની બીમારીની દવા લેવા બંને વડોદરા ગયા હતા. અને હોટલમાં રોકાણ કર્યું હતું. દરમિયાન રમેશે અંગતપળોના ફોટો પાડી લીધા હતા.
બંને વડોદરામાં હતા તે દરમિયાન યુવતીને તેના પરિવારજનોએ સુરત બહાનું કાઢી બોલાવી લીધી હતી. અને યુવતીના પરિવારજનોએ સમાજના રીત રિવાજ પ્રમાણે લગ્ન કરી આપવા તૈયારી દર્શાવી હતી. જાકે, રમેશ પોતાના માતા-પિતા સાથે યુવતીના ઘરે આવ્યો જ ન હતો. જેથી યુવતીએ રેમશ સાથે જવાનો ઈન્કાર કરી દીધો હતો. અને અકળાયેલા રમેશે તેના અંગતપળોના ફોટો યુવતીના જીજાજીના ફોન પર મોકલી આપ્યા હતા. ત્યારબાદ યુવતીના નામનું ફેસબૂક આઈડી બનાવી તેના પર ફોટો અપલોડ કરી દીધા હતા. આ અંગે યુવતીએ રમેશ વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




