લાંચ કેસમાં ઝડપાયેલા કોર્પોરેટર જયંતી ભંડેરીના જામીન મંજૂર કરતી હાઈકોર્ટ

0
7

અરજી નકારી દેતા હાઈકોર્ટમાં મામલો ગયો હતો
સુરત, તા.૧૮
સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર ૮ના ભાજપના કોર્પોરેટર જેન્તી ભંડેરી રૂ.૫૦ હજારની લાંચ લેતા ઝડપાઈ ગયા બાદ તેને લાજપોર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. બે મહિના લાજપોર જેલમાં રહ્ના બાદ ગુજરાત હાઈકોર્ટમાં તેમના એડવોકેટ દ્વારા કરવામાં જામીન અરજીની સુનાવણી પૂરી થતા વિદ્વાન જસ્ટીસ વી.એમ. પંચોલીએ રૂ.૧૦ હજારના જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો. એવુ બચાવ પક્ષના એડવોકેટ કલ્પેશ દેસાઈ અને વિરલ ચલીયાવાળાએ જણાવ્યું હતું.
આ કેસની વિગતો એવી છે કે, ગત તા.૭મી ફેબ્રુઆરીના રોજ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.૮ના ભાજપના કોર્પોરેટર જયંતિ ભંડેરીએ રૂ.૫૦ હજારની લાંચ એક ડોક્ટર પાસેથી લેતા એસીબીના અધિકારીઓએ રંગેહાથ ઝડપી લીધો હતો. તેમણે ડોક્ટરના ક્લીનીકના શટરનું ડીમોલીશન નહીં કરવા તેમજ મનપાના અધિકારીઓની હેરાનગતિ નહીં થવા દેવા માટે ડોક્ટર પાસે લાંચ માંગી હતી. ડોક્ટરે એસીબીમાં ફરિયાદ કરતા એસીબીના અધિકારીઓ લાંચનું છટકુ ગોઠવી તેને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. સુરત કોર્ટમાં તેમના દ્વારા કરવામાં આવેલી જામીન અરજી સુનાવણીના અંતે ફગાવી દેવાયા બાદ આરોપી જેન્તી ભંડેરીએ ગુજરાત હાઈકોર્ટમાં એક જામીન અરજી કરી હતી. જેની સુનાવણી બાદ વિદ્વાન જસ્ટીસ વી.એમ. પંચોલીએ શરતોને આધીન મંજૂર કરી હતી. જેન્તી ભંડેરી છેલ્લા બે મહિનાથી જેલમાં હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY