પુરૂષે મહિલાના પેટ પર લાતો ઝીંકી
સુરત, તા.૧૮
પોતાના ઘરની દિવાલ પાસે વારંવાર પેશાબ કરનાર વ્યક્તિને પેશાબ કરવાની ના પાડતા એક ગૃહિણીની એકલતાનો લાભ લઈ તેની સાથે ઝઘડો કરી કમ્મર અને પેટના ભાગે લાતો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી એક આરોપી ફરાર થઈ ગયો હોવાનો બનાવ માંગરોળ પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના મુલતાની ફળીયામાં કમુબેન સલીમભાઈ મુલતાની રહે છે. તેઓ ઘરકામ કરે છે. કમુબહેનના ઘરની દિવાલ પર આરોપી શબ્બીરભા કાસમભા મુલતાની વારંવાર પેશાબ કરતો હતો અને જેની ના પાડવામાં આવતા તેણીની એકલતાનો લાભ લઈ આરોપી શબ્બીરભાઈ મુલતાનીએ ઝઘડો કરી પેટ અને કમ્મરના ભાગે લાતો મારી ફેક્ચર કરી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત ગૃહિણીને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીએ માંગરોળ પોલીસ મથકમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૫, ૪૫૨ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



