કલાકારની પ્રસિદ્ધિમાં તેના ચાહકો તથા મીડિયા જગત મહત્વનો ભાગ ભજવે છે: ગીતાબેન રબારી
ભુજ કચ્છ: દુનિયાના કોઈપણ કલાક્ષેત્રના કલાકારની પ્રસિદ્ધ તેના પ્રશંસકો તથા મીડિયા જગત મહત્વનો ભાગ ભજવે છે એવું સુપ્રસિદ્ધ ગુજરાતી લોક સંગીતના ગાયિકા ગીતાબેન રબારીએ ભુજ ખાતે વિશ્વસ્તરના કલાકારોના સન્માન સમારંભમાં જણાવ્યું હતું.
છેલ્લા કેટલાક સમયથી કલા સંસ્કૃતિ ક્ષેત્રે ગુજરાતનું નામ વિશ્વ લેવલે ગુજતું થયું છે. ત્યારે ગુજરાતના કલાકારો પોતાની આગવી કલાથી દેશ-વિદેશમાં પોતાનું તથા ગુજરાતનું નામ રોશન કરવામાં આગળ આવ્યા છે. હાલમાં ભાગ્યે જ કોઈ ગુજરાતી હશે કે ગુજરાતી લોકગાયકોમાં ગીતા રબારી,કિંજલ દવે,કીર્તિદાન ગઢવી,જીગ્નેશ કવિરાજ,કાજલ મેરીયા,પાર્થીવ ગોહિલ વગેરેના નામથી અજાણ હશે.
સતત કાર્યક્રમોની વ્યસ્તા વચ્ચે પણ જ્યારે એકાદ બે દિવસ આરામનો સમય હોય ત્યારે પણ જો ગૌસેવાના લાભાર્થે કોઈપણ કાર્યક્રમ ગુજરાતમાં હોય તો જરૂરથી સંસ્થાઓ અને વ્યવસ્થાપકોને નજરે રાખી લોકગાયકો સાથ સહકાર આપી અને મદદરૂપ થતાં હોય છે.હાલમાં જ્યારે આવા કાર્યક્રમો કરતા હોય છે ત્યારે ગુજરાતના લોકો દિલ ખોલીને આવા કલાકારોના સુરને બિરદાવીને ઘોરરૂપે રૂપિયાના દાનનો પ્રવાહ વાહકતા હોય છે. તે આવા કાર્યક્રમોમાં જોવા મળતું હોય છે કે લોકદાયરના ચાહકો તેમજ ગૌ ભક્તોને આભારી છે.
હું ગુજરાતની દીકરી હોઇ મારી તો ફરજમાં પણ આવતું હોવાથી જ્યારે જ્યારે હું ગુજરાતમાં હોવું અને મને સમય હોય તો હું ક્યારે પણ આવા સેવાકીય કાર્યક્રમોમાં ના નથી પાડતી.એવું આજરોજ ભુજ ખાતે એન.આર.આઇ કબસે ફેસ્ટિવલ કાઉન્સિલ અને એસ વી ઇન્ટરનેશનલ પ્રોડક્શનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ જેમણે પોતાની કલા તેમજ કોઠાસૂઝને કારણે નામના મેળવી તેવા ગીતાબેન રબારીએ વિશેષમાં જણાવ્યું હતું કે જ્યારે જ્યારે વિદેશ પ્રવાસે જવાનું થતું હોય ત્યારે ત્યારે ગુજરાતની નારી પ્રત્યેનો આદરભાવ જોવા મળતુ હોય છે એ સમયે મને મારુ ગુજરાત યાદ આવે તે પણ સ્વભાવિક છે.
અન્ય સન્માનિત કલાકારોમાં બીપીન સોની કે જેમના નામે લિમ્કા વર્લ્ડ બુકમાં બે વખત રેકોર્ડ નોંધાયેલ છે.અરવિંદ નાથાણી વર્લ્ડ ઈન્ટરનેશનલ ફોટોગ્રાફી એવોર્ડથી સન્માનિત છે.જ્યારે પ્રવીણ ગોરસિયા કે જેઓએ કૌન બનેગા કરોડપતિના કન્ટેક્શન તરીકે રહી પોતાની જીનિયસનો ખ્યાલ આપ્યો હતો. તેવા ઇન્ટરનેશનલ ખ્યાતનામ કલાકારનું આજરોજ ગીતાબેન સાથે સન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માન પ્રસંગે ફેસ્ટિવલ કાઉન્સિલના ચેરમેન હર્ષદભાઈ ઠક્કર, એસ.વી. પ્રોડક્શનના ચેરમેન વિનોદ ગોરસિયા, માજી નગરપતિ શંકરભાઈ સચદે, વિનોદ પિંડોલિયા,વિશ્વજીત હરશિયાણીએ મહાનુભાવોના સન્માન કર્યુ હતું. અને શ્રી શંકરભાઈ સાથે જણાવ્યું હતું કે આવા વિશ્વસ્તરના કચ્છી કલાકારો આપણા કચ્છનું ગૌરવ છે તેમા બે મત નથી.જ્યારે તાલુકા પંચાયતના સદસ્ય જેમલભાઈ રબારી,પુથ્વી રબારી તથા વિનોદભાઈ વરસાણીએ કચ્છી કલાકારો આ દુષ્કાળની કપરી પરિસ્થિતિઓમાં કચ્છનું ગૌધન બચાવવા આવા કાર્યક્રમમાં યથાશક્તિ પોતાનું યોગદાન આપે છે તે પ્રશંસનીય કાર્ય છે તેવું જણાવ્યું હતું. વિશેષમાં માતૃછાયા નેટવર્કના મુખ્ય સંચાલક વિનોદભાઈ વસાણીએ આવા કાર્યક્રમોથી પ્રભાવિત થઈને ગૌસેવાને લગતા સંતવાણીના કાર્યક્રમો,કથાઓ તથા અન્ય સેવાકીય કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ તદ્દન ફ્રીમાં આપવાની જાહેરાત કરી હતી.
આ કાર્યક્રમનું સંચાલન વિનોદ પિંડોલીયા જ્યારે કાર્યક્રમની જહેમત વિશ્વજીત હરશિયાણીએ ઉઠાવી હતી.
ગૌતમ બુચિયા 9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





