સુરતનું મહત્તમ ૩૪.૮ ડીગ્રી તાપમાન નોંધાયું
સુરત, તા.૧૮
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ છેલ્લા બે દિવસથી હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. તાપમાનનો પારો એિલ મહિનામાં સામાન્ય કરતા ૫ થી ૬ ડીગ્રી ઓછો નોંધાતા શહેરીજનોને અસહ્ના ગરમીથી હંગામી રાહત મળી રહી છે. આગામી દિવસોમાં તાપમાન વધે તેવી શક્યતા છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૩૪.૮ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૫.૨ ડીગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૧ ટકા અને હવાનું દબાણ ૧૦૧૩.૫ મિલીબાર નોંધાયું છે. શહેરમાં ઉત્તર પૂર્વ દિશાથી કલાકના ૭ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્ના છે. છેલ્લા બે દિવસથી સુસવાટાભેર ફુંકાતા પવનના લીધે ધૂળની ડમરીઅો ઉડવાની સાથે તાપમાનમાં ઘટાડો થતા શહેરીજનો ગરમીથી હંગામી રાહત અનુભવી રહ્ના છે.
નવસારીમાં આજે અધિકતમ તાપમાન ૩૩.૮ ડીગ્રી તેમજ ન્યુનતમ તાપમાન ૨૪.૦ ડીગ્રી નોંધાયું છે. વલસાડમાં અધિકતમ તાપમાન ૩૪.૪ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૨.૧ ડીગ્રી નોંધાયું છે. એક બે દિવસ બાદ વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસર ઓછી થયા બાદ આગામી દિવસોમાં ગરમીનો પારો ચઢવાની સાથે ઉનાળાની અસહ્ના ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




