હુમલામાં બન્ને યુવાન મિત્રો ગંભીર
સુરત, તા.૧૮
સલાબતપુરા રઘુકુળ ગરનાળાની બાજુમાં મિલનનગર ઝુંપડપટ્ટીમાં ચાર ટપોરીએ બે મિત્ર ઉપર ઘાતક શસ્ત્રોથી હુમલો કરી જીવલેણ ઈજાઓ પહોંચાડી હત્યાની કોશિશ કરી હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મિલનનગર ઝુંપડપટ્ટીમાં રહેતાં નરૂદ્દીન સમસુદ્દીન સૈયદે આરોપી સમ્મુ ઉર્ફે બાવા, ભાઈ સાજીદ, દિકરો આવેશ, સુફીયાન ઉર્ફે ગુડ્ડુ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ ફરિયાદીની ભાભીને ધક્કો માર્યો હતો. આ બાબતે ફરિયાદીની માતા અને ભાભી આરોપીના ઘરે જઈ સમજાવવા જતાં આરોપીઅોએ ચપ્પુ અને તલવાર સાથે હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદી નરૂદ્દીન સૈયદ અને મિત્ર શેખ શાકીર શેખને ગંભીર ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે સલાબતપુરા પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



