બારડોલી બેઠક પર ન્યાયી અને તટસ્થ ચૂંટણી યોજવા ચૂંટણી તંત્ર સજ્જ

0
6

મતદાનની તૈયારીઓને આખરી અોપ અપાયો
વ્યારા, તા.૧૮

આગામી તા. ૨૩મી, એપ્રિલે યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન યોજાનારી ૨૩-બારડોલી સંસદીય બેઠકની ચૂંટણી શાંતિપૂર્ણ, નિર્ભયપણે તટસ્થ અને પારદર્શક રીતે યોજાય તે માટે ૨૩-બારડોલી સંસદીય બેઠકના ચૂંટણી અધિકારી અને તાપી કલેકટર આર.એસ.નિનામાની નિગરાની હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.
જિલ્લા ચૂંટણી અધિકારી આ બેઠકમાં સમાવિષ્ઠ સાત વિધાનસભા વિસ્તારના ચૂંટણી અધિકારીઓને ચૂંટણીલક્ષી કામગીરી બાબતે સતત સૂચના અને માર્ગદર્શન આપી રહ્યા છે. ખાસ કરીને રેન્ડમાઇઝેશન, પ્રિસાઇડીંગ અને પોલીંગ બુથ ઓફિસરોની તાલીમ, સર્વિસ વોટર તથા ઇટીપીબીએસ સંબંધિત થતી કાર્યવાહીનું આયોજન, પોલીંગ સ્ટાફને પી.બીથી મતદાન, પોલીસ સ્ટાફને મતદાન મથક સુધી પહોંચાડવાની વ્યવસ્થા, ઇ.વી.એમ અને વીવીપેટ મુકવા અર્થે સ્ટ્રોંગરૂમ તૈયાર કરવા, ચૂંટણીલક્ષી મટિરિયલ્સ, મતદાન દિવસ અગાઉ મતદાર કાપલીનું વિતરણ, ઇ.વી.એમ અને વી.વી.પેટના બીજા રેન્ડમાઇઝેશન, રિસીવીંગ એન્ડ ડિસ્પેચિંગ માટેના સ્ટાફના તાલીમ, પીડબ્લ્યુડી મતદારો માટે બુથ ઉપર વ્હીલચેર તથા સહાયક ઉપલબ્ધ કરાવવા, પોલીંગ બુથથી સો તથા બસ્સો મીટરના પટા દોરવા તેમજ સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા વિવિધ પ્રકારની પરવાનગીઓ સમય મર્યાદામાં મળે તે માટે અને સીવીજીલ ઉપર આવતી ફરિયાદોના સમયસર નિકાલ કરવા સંબંધિત વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી રહી છે.
ચૂંટણીના દિવસે ૨૨૦૨ મતદાન મથકો પર ફરજ બજાવનાર અધિકારી/કર્મચારીઓને તજજ્ઞોની ટીમ દ્વારા પ્રત્યક્ષ નિદર્શન તથા થિયરીકલ રીતે સમજાવી ઇ.વી.એમ અને વીવીપેટની સઘન તાલીમ અપાઇ રહી છે.
આદર્શ આચાર સંહિતા, ચૂંટણી દેખરેખ અને નિયંત્રણ પ્રક્રિયા, ખર્ચ લગત કાનૂની જોગવાઇઓ, લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની જોગવાઇઓ સહિત ચૂંટણી પંચની અગત્યની સૂચનાઓનું વિસ્તૃત માર્ગદર્શન આ બેઠકના જનરલ ઓબ્ઝર્વર ડા. પૂર્ણિમા ચૌહાણ અને ખર્ચ ઓબ્ઝર્વર કે.સી.કનોજિયા પણ ચૂંટણી સંલગ્ન અધિકારી/કર્મચારીઓને આપી રહ્યા છે.
આમ ૨૩-બારડોલી સંસદીય બેઠકની સામાન્ય ચૂંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને સમૃદ્ધ લોકશાહી માટે તમામ બાબતોનું ચુસ્ત પાલન સાથે લોકશાહીના આ મહાપર્વની ઉજવણી સંપન્ન કરવાની સંપૂર્ણ તૈયારીઓને ચૂંટણીતંત્ર દ્વારા આખરી ઓપ અપાઇ રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY