બ્રિગેડે ગેસ સપ્લાઈ બંધ કરાવ્યો
સુરત, તા.૧૮
આજે સવારે પોણા છ વાગ્યાના સુમારે બમરોલી ગામ હરીઓમનગર ઈન્ડસ્ટ્રીઝ સોસાયટીમાં ગેસ લીકેજ થતા આગ લાગી હતી. બનાવની જાણ થતા જ ફાયર સ્ટાફ તાત્કાલિત ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે સાડા છ વાગ્યાના સુમારે બમરોલી રોડ હરીઅોમ ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ લાઈન લીકેજ થવાથી આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. બનાવની જાણ થતા જ ફાયર સ્ટાફ તાત્કાલિત ઘટના સ્થળે દોડી આવી ગેસ લાઈનમાં સપ્લાય બંધ કરીને ગેસ કંપનીને જાણ કરવામાં આવી હતી. લાઈનમાં રહેલ ગેસ સળગી ગયા બાદ આગ કાબુમાં આવી ગઈ હતી. આગથી કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજા થઈ ન હતી. ગેસ લીકેજની જાણ થતા ઘટના સ્થળે લોકોનું ટોળુ જમા થયું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





