સુરત,તા.૧૮
ઉચ્છલ તાલુકા મથકે બસ સ્ટેન્ડ પાસે એક બસમાં મુસાફરી કરતા યુવકના પેન્ટમાં મુકેલ મોબાઈલ બેટરી ફાટતા બસમાં સવાર મુસાફરી કરી રહેલા મુસાફરોમાં અફડાતફડી મચી ગઈ હતી. આ ઘટનામાં ત્રણથી વધુને ઈજા થઈ હતી. જે પૈકી ૨ને ઉચ્છલ રેફરલમાં સારવાર આપી હતી.
ઉચ્છલ તાલુકા મથકે એક બસ ફુલઉમરાણ- સુરત બસ સ્ટેન્ડ નજીક આવી ઊભી રહી હતી. જેમાં ધણા મુસાફરો બેઠા હતા, તે દરમિયાન એક મુસાફર નામ-જયપાલ ભાવજી વળવી (૩૫) (રહેવાસી-ગામ, કરોડ,તા.ઉચ્છલ)ના ઓના પેન્ટના ખીસ્સામાં મુકેલ કાર્બન કંપની નો મોબાઈલ (ચાઈના) મુકેલ હતો. તે અચાનક ખીસ્સામાં મોબાઈલની બેટરી ફાટતા સળગી ઉઠેલ હતી. તે યુવક પણ દાઝી ગયેલ હતો. જેથી જયપાલ વળવી એ મોબાઈલ તાત્કાલિક કાઢી બસની સીટ પર ફેંકી દીધો હતો. જેથી મોબાઈલ બેટરી સળગીને ફાટતા બસમાં મુસાફરી કરતા મુસાફરો માં અફડાતફડી મચી ગઈ હતી. જેથી કેટલાક મુસાફરો મહામુસીબતે બહાર નીકળ્યા હતા.
એક મહિલા મુસાફર નામ-સેવાબહેન રુબિનભાઈ ગામીત( રહેવાસી-ગામ મોટા તારપાડા, તા.સોનગઢ) અને બીજી મહિલા રઇસદાબેન આવજીભાઈ વળવી, (ઉ.૩૫) (રહેવાસી-ગામ કરોડ, તા.ઉચ્છલ) ને નાસભાગમાં ગંભીર ઈજા પહોચી હતી. જેમાં સેવાબેન ને ઉચ્છલ રેફરલમાં સારવાર આપવામાં આવી હતી. જયારે રઇસદાબહેન વળવીને નાસભાગમાં ગંભીર ઈજા પહોચતા ઉચ્છલ રેફરલ હોસ્પીટલ સારવાર બાદ વધું સારવાર માટે સુરત ખસેડવામાં આવેલ છે. હાલ કોઈ ફરીયાદ થયેલ નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




