હિરાની ઓફિસમાં હુમલો કરાતા પોલીસ ફરિયાદ

0
11

સુરત, તા.૧૯
વરાછા મીનીબજારમાં બે અજાણ્યા વ્યકિત હીરા ઓફિસમાં ઘૂસી જઈ હીરા દલાલને માર માર્યો હોવાની ઘટના વરાછા પોલીસ સ્ટેશને નોંધાઈ હતી.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમરોલી આદિત્ય બંગ્લોઝમાં રહેતા હરજીભાઈ નાગજીભાઈ ભુખરા હીરાની અોફિસ મીનીબજાર એસ. કે. મોલર બિલ્ડિંગમાં પહેલાં માળે મનુભાઈ ઘાંચીની ઓફિસમાં ગયા હતા. તા. ૭/૪/૧૯ના રોજ બે અજાણ્યા વ્યકિત ઓફિસમાં ઘૂસી જઈ ફરિયાદી હીરા દલાલ હરજીભાઈ ડાખરાને કોલરથી પકડી લઇ સોફા ઉપર પાડી દઈ માર મારી નાસી ગયા હતા.
વરાછા પોલીસે હીરા દલાલ હરજી ડાખરાની ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી પોસઈ એ.જી. સોલંકીએ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY