વિદેશી દારૂની ૩૬ બોટલ સાથે મહિલાની ધરપકડ

0
30

સુરત, તા.૧૯
અઠવા પોલીસે બારાહજારી મહોલ્લામાંથી બ્રાન્ડેડ દારૂની ૩૬ બોટલ સાથે મહિલા બુટલેગરની ધરપકડ કરી હતી.
અઠવા પોલીસે બાતમીના આધારે નાનપુરા બારાહજારી મહોલ્લો ઘર નં. ૧/૨૨૦૭માં દરોડા પાડયા હતા. આરોપી અમૃતાબેન હર્ષદભાઈ કહારની ૩૬ બોટલ (કિંમત રૂ. ૨૫,૨૦૦) સાથે ધરપકડ કરી હતી. આ કેસમાં અઠવા પોલીસે આરોપી લાલુ દમણવાળાને વોન્ટેડ જાહેર કર્યો હતો. અઠવા પોલીસે પ્રોહીબિશન એકટ કલમ ૬૫ (ઈ) ૯૮ (૨) ૮૧ મુજબનો ગુનો દાખલ કર્યો હતો. તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY