લાંચ કેસમાં કોર્પોરેટર જયંતી ભંડેરી સામે કોર્ટમાં ચાર્જશીટ

0
25

૪૦૦ પાનાનું ચાર્જશીટ રજૂ કર્યુ
સુરત, તા.૧૯
સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં. ૮ના ભાજપના સસ્પેન્ડ કોર્પોરેટર જયંતી ભંડેરીના લાંચ કેસમાં એસીબી દ્વારા ૪૦૦થી વધુ પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હોવાનું બચાવ પક્ષના એડવોકેટ કલ્પેશ દેસાઈ તથા વિરલ ચલીયાવાળાએ જણાવ્યું હતું.
આ કેસની વિગતો એવી છે કે, સિંગણપોર કોઝવે પાસે આવેલા એક ડોક્ટરના ક્લિનીકનું શટરનું ડીમોલીશન નહીં કરવા તેમજ મનપાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા હેરાનગતિ નહીં થાય તે માટે જયંતી ભંડેરીછએ ડોક્ટર પાસે રૂ. ૫૦ હજારની લાંચ માગી હતી. જે લાંચના છટકામાં આરોપી જયંતી ભંડેરી એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. એસીબીએ તેને કોર્ટમાં રજૂ કરી કરતા તેને લાજપોર જેલમાં મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે. અંદાજે બે મહિના લાજપોર જેલમાં રહા બાદ ગુજરાત હાઈકોર્ટે તેને રૂ. ૧૦ હજારના શરતી જામીન મંજૂર કર્યા હતા. એસીબી દ્વારા તેની સામે નિયત સમયની અંદર ચાર્જશીટ રજૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY