દક્ષિણ ગુજરાતનું તાપમાનમાં વધ્યું તાપમાનનો પારો ૪૦ ડિગ્રી નજીક

0
13

સુરત, તા.૨૦
ઉત્તર દિશાથી ગરમ પવન ફૂંકાવાની સાથે દીક્ષણ ગુજરાતમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચી જતા ગરમીનો આકરો તાપ અનભુવાઈ રહ્ના છે. આગામી દિવસોમાં ગરમી વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૯ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૪.૦ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૪૧ ટકા અને હવાનું દબાણ ૧૦૦૯ મીલીબાર નોંધાયું છે. શહેરમાં ઉત્તર પૂર્વ દિશાથી કલાકના ૫ કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્ના છે. નવસારીમાં અધિકત્તમ તાપમાન ૩૬.૫ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૨.૦૦ ડિગ્રી નો઼ધાયું છે. વલસાડમાં અધિકત્તમ તાપમાન ૩૫.૪ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૧.૬ ડિગ્રી નોંધાયું છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગતરોજથી ગરમી વધવાની શરૂઆત થઇ છે. આજે બપોરે આકરો તાપ અનુભવાતો હતો. સાંજ સુધી ગરમીનો પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચી જાય તેવી શક્યતા છે. હવામાન વિભાગના સૂત્રો દ્વારા વધુમાં મળતી માહિતી મુજબ આગામી દિવસોમાં ઉનાળાની ગરમી અનુભવાય તેવી શક્યતા છે.ï

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY