પલસાણાના મલેકપોર ગામમાં કારમાંથી દારૂની ૮૪ બોટલો મળી

0
7

સુરત, તા.૨૦
પલસાણા તાલુકાના મલેકપોર ખાતેથી પસાર થતી એક કારમાંથી પોલીસે ૮૪ નંગ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી એક બુટલેગરની ધરપકડ કરી હતી. જ્યારે એક બુટલેગરને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પલસાણા તાલુકાના મલેકપોર ગામના ભવાઈ ફળિયા ખાતે જીતુભાઈ ભગુભાઈ રાઠોડ રહે છે. ગત દિવસોમાં જીતુભાઈ રાઠોડ નામનો બુટલેગર પોતાની સફેદ કારમાં વગર પાસ પરમીટની ૮૪ નંગ વિદેશી દારૂનીછ બોટલો કિંમત રૂ. ૪૨ હજારની રાખી ત્યાંથી પસાર થતા હતો ત્યારે પોલીસે તેની કારને રોકી તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો કબજે કરી બુટલેગર કાર ચાલક જીતુ રાઠોડની ધરપકડ કરી હતી. જોકે, નવસારીથી આ વિદેશી દારૂ તો જથ્થો પૂરો પાડનાર છોટુ મારવાડીને પોલીસે ચોપડે વોન્ટેડ બનાવવામાં આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહીબીશન એકટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY