જયપુરમાં વેપારીએ માલ ખરીદી સુરતના વેપારીને ચૂનો ચોપડ્યો

0
11

સુરત, તા.૨૦
રાજસ્થાનમાં વેપારીએ સુરતના વેપારી પાસેથી રૂપિયા ૩,૫૩,૪૧૭ની કિંમતનો કાપડનો જથ્થો ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાની જયપુરનો વેપારી કે.પી. સિંઘ ઉર્ફે મોન્ટો (એ.બી. માર્કેટિંગ સુરત) ઉધના દરવાજા વામા હાઉસમાં વેપાર કરતાં જનકભાઈ દિલીપભાઈ ધમણવાળા પાસેથી રૂ. ૩,૫૩,૪૧૭ની કિંમતનો માલ ખરીધ્યો હતો. આ માલના પૈસાની ફરિયાદી વેપારીએ ઉઘરાણી કરતા આરોપીએ બિભત્સ ભાષામાં વાતો કરી ધમકી આપી હતી. વેપારી જનકભાઈ ધમણવાળા એ આરોપી કે.પી. સિંઘ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કર્યો હતો. બનાવી સંદર્ભે એએસઆઈ દિપ્તીબેન પરસોત્તમભાઈ તપાસ કરી રહ્નાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY