સુરત, તા.૨૦
ખરવાસા ખાતે આવેલ ઉમા પ્લાઝા કોમ્પલેક્ષના બિલ્ડરોએ રૂપિયા ૭૯,૧૨૦૦૦ની ઠગાઈ કરી હતી. બે દુકાન વેચાતી આપ્યા બાદ રૂપિયા મેળવી દસ્તાવેજ બનાવી આપવાને બદલે બીજાને દુકાનો વેચી દઈ વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી.
ડીંડોલી પોલીસી સૂત્રોના જણાવ્યા મુજબ મગોબ શિવધારા રો હાઉસમાં રહેતા વેપારી વિજયકુમાર દશરથïભાઈ પટેલે આરોપી દિનેશકુમાર મણીલાલ પટેલ (રહે. ઉમિયા બંગ્લોઝ, અલથાણ) પ્રહલાદ ગોવિંદ પટેલ (રહે. ન્યૂ પીંક સિટી, ખટોદરા) ચિંતન દિનેશકુમાર પટેલ (રહે. ઊંઝા) વિરુદ્ધ ફરિયાદ નોîધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ ફરિયાદીને ખરવાસા ખાતે આવેલા ઉમા પ્લાઝા કોમ્પલેક્ષમાં મોકાની દુકાન રાખવાની ભવિષ્યમાં ફાયદો થશે. તેવી વાતો કરી વિશ્વાસ કેળવ્યો હતો. જેથી ફરિયાદીએ દુકાન નં. ૪,૫, રાખી ડાયરી મારફતે રોકડા રૂપિયા ૬૦ લાખ અને ચેકથી ૧૯,૧૨,૦૦૦ ચૂકવ્યા હતા. આ બન્ને દુકાનની કિંમત રૂ. ૮૦ લાખમાં નક્કી કરાઈ હતી. ફરિયાદીએ કુલ્લે રૂપિયા ૭૯,૧૨,૦૦૦ ચૂકવી દધા હતા. તેમ છતાં આરોપીઅોએ દુકાનનું સાટાખત કે દસ્તાવેજ બનાવી આપવાને બદલે ખોટા વાયાદઓ કરી આ દુકાનો મુન્નાલાલ જયસ્વલાને વેચી દઈ વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી.
ડીંડોલી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




