મોટા વરાછા રિવરવ્યુ હાઈટસમાં રહેતા ગીરીશભાઈ પટેલ વિરુદ્ધ ફોજદારી

0
40

કઠોરની જામીન પચાવી પાડવા બોગસ દસ્તાવેજા રજૂ કરાયા
સુરત, તા.૨૦
કામરેજ તાલુકાના કઠોર ગામ ખાતે રહેતા એક નિવૃત્ત વ્યીકતની જમીનના ખોટા દસ્તાવેજા બનાવી નવી શરતની જમીન જૂની શરતોમાં ફેરવી નાખી ખોટા દસ્તાવેજા પેપર્સ કોર્ટમાં સાચા તરીકે રજૂ કરી વિશ્વાસ કરી મોટા વરાછાïનો આરોપી ફરાર થઈ ગયો હોવાનો બનાવ કામરેજ પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કામરેજ તાલુકાના કઠોર ગામના મોટી કણબીવાડ ખાતે રહે છે. તેમની એક ખેતીની જમીન કઠોર ગામ ખાતે બ્લોક નંબર ૨૭૪માં આવેલી છે. આ જમીન તેઓના પરિવારની સંયુકત માકિની જમીન છે. મોટા વરાછા રીવરવ્યું હાઈટ ફલેટ નંબર ૧૨૦૧, ૧૨૦૨માં રહેતા ગીરીશભાઈ કરમીશભાઈ પટેલ રમેશભાઈની જાણ બહાર ૨૬ વિંઘા જેટલી નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવી નાખવા ખોટા દસ્તાવેજા ખોટી સહીઓ કરી, સાટાખત બનાવ્યા હતા. આ ઉપરાંત આરોપીએ આ તમામ પેપર્સ તથા દસ્તાવેજા કોર્ટમાં ખોટા હોવાનું જાણવા છતાં સાસા તરીકે ઉપયોગ કર્યો હોવાનું બહાર આવતા રમેશભાઈએ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી-૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮ તથા ૪૭૧ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY