બુટલેગરોનો નવો કીમિયો…પોલીસને થાપ આપવા અવનવા કીમિયા અપનાવતા બુટલેગરો…જુઓ આ અહેવાલ 

0
314

પ્રાગપરના ખેતરમાં અંડરગ્રાઉન્ડ આરસીસીના ટાંકામાંથી રૂ.૭૨ હજારનો દારૂ પકડાયો

ભુજ કચ્છ: પરીક્ષિતા રાઠોડ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની સુચના મુજબ પ્રોહી કેસો શોધવવા એલ.સી.બી. પૂર્વ કચ્છ ગાંધીધામ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા અને ફરતા ફરતા પ્રાગપર ગામ પાસે આવતા બાતમી મળેલ કે પ્રાગપર ગામની ફુલેશરા સીમના ખેતરમાં ૧) લાલજી રાઘુભાઈ કોલી ૨) હરેશભાઈ જેમલભાઈ કોલી ૩) શૈલેષભાઈ રાઘુભાઈ કોલી ત્રણે આરોપીઓ રહે. પ્રાગપર સોસાયટીવાસ તા.રાપર વાળા ગે.કા. ઇંગલિશ દારૂ પોતના કબજાના ખેતરમાં અંડરગ્રાઉન્ડ આર.સી.સી. ટાંકો બનાવી રાખેલ છે અને વેચાણ કરે છે તેવી સચોટ બાતમીના આધારે પ્રાગપર ગામની ફુલેશરા સીમના ખેત૨માં બાતમી વાળી જગ્યાએ દરોડો કરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૫o એમ.એલ.ની બોટલ નંગ – ૧૦૨ તેમજ ૧૮૦ એમ.એલ.ની બોટલ નંગ – ૩૩૬ મળીને કી.રૂ.૭૨૯૦૦ ના પ્રોહી મુદ્દામાલ તથા મોટર સાયકલ નંગ ૨ કી.રૂ.૬૫૦૦૦ તથા મોબાઈલ ફોન નંગ-પ કી.રૂ.૨૧૫૦૦ એમ કુલ કી.રૂ.૧૫૯૪૦૦ ના મુદામાલ સાથે આરોપી ૧ ) લાલજીભાઈ રાઘુભાઈ કોલી ૨ ) હરેશભાઈ જેમલભાઈ કોલી રહે. બંને પ્રાગપર સોસાયટીવાસ તા. રાપર વાળાઓને પકડી પાડી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે રાપર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે .

આ કામગીરીમાં એલ.સી.બી., પૂર્વ કચ્છ , ગાંધીધામના પોલીસ ઈન્સ્પેકટર જે.પી. જાડેજા,પો.સ.ઈ. એમ.એસ. રાણા તથા સ્ટાફના માણસો વગેરે જોડાયા હતા.

ગૌતમ બુચિયા
9714065405

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY