જાપાન માર્કેટના પાર્કિંગમાંથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ

0
379

ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બુટલેગર ઐયુબ પઠાણને ઝડપી પાડ્યો
સુરત, તા. ૨૫
સુરત શહેરના દિલ્હીગેટ સ્થિત જાપાન માર્કેટના ચોથા માળે પાર્કિંગમાંથી ડીસીબી પોલીસે બ્રાન્ડેડ દારૂની બોટલો સાથે કાર જપ્ત કરી હતી.
ડીસીબી પોલીસે બાતમીના આધારેપીએસઆઈ ગઢવી અને પોલીસ ટીમે જાપાન માર્કેટ ચોથા માળે પાર્કિંગમાંથી કાર જપ્ત કરી ઝડતી લેતા કારમાંથીને જીજે-૦૫-સીબી-૩૮૨૫માંથી ૩૧૩ નંગ દારૂની બોટલો મળી આવી હતી. ડીસીબી પોલીસે ફોન મળી નવસારી નવસારી બજારનો બુટલેગર ઐયુબ સલીમખાન પઠાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દારૂનો વેપલો કરતા બુટલેગરો પોલીસથી બચવા માટે દરરોજ નવી નવી તરકીબ અજમાવતા થયા છે અને પોલીસ પણ યેનકેન પ્રકારે દારૂ ઝડપી પાડે છે. ઉકત ઘટના પરથી એવું ફલીત થાય છે કે હવે બુટલેગરો દારૂ છૂપાવવા માટે ટેક્સટાઈલ્સ માર્કેટોના પે એન્ડ પાર્કનો ઉપયોગ કરતા થઈ ગયા છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY