છોકરાને ચપ્પુ મારી મોબાઈલની લૂંટ

0
3

સુરત, તા.૨૧
પુણા વિસ્તારમાં એક સગીર યુવકને એક રૂમમાં ગોંધી રાખી ૪ ઈસમોએ ચપ્પુથી હુમલો કરી શરીમાં ભાગે ઈજાઓ પહોંચાડી ૧૫ હજારની કિંમતનો મોબાઈલ ફોનની લૂંટ ચલાવી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હોવાનો બનાવ પુણા પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ૠત્વીક ઉર્ફે ટાઈગર, નામો ભરવાડ સુરેન્દ્ર તથા વિપુલ નામના આરોપીઓએ એક સગીર યુવકને પુણા વિસ્તારમાં રહેલા એક મકાનમાં ગોંધી રાખી ચપ્પુ વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી રૂ. ૧૫ હજારની કિંમતનો મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત સગીર યુવકે પુણા વિસ્તારમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY