કાલે મતદાન અંગે ૧૦ હજારથી પણ વધુ જવાનો તૈનાત કરાશે

0
5

અર્ધલશ્કરી દળના જવાનો પણ સુરક્ષા પૂરી પાડશે
સુરત, તા.૨૧
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના આવતીકાલે મતદાનના દિવસે સુરત જિલ્લા ચૂંટણી તંગ અને પોલીસ તંત્રે વિના વિઘ્ને અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેર જળવાય રહે એ માટે ૧૦,૦૦૦થી વધુ પોલીસ જવાનોની બંદોબસ્તમાં તૈનાત કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને સંવેદનશીલ મતદાન મથક સહિતના વિસ્તારોમાં પોલીસ રાઉન્ડ ધી કલોક પેટ્રોલીંગનો પ્રારંભ કરી દીધો છે. પો. કમિ. સતીષ શર્માએ પોલીસ બંદોબસ્તની સ્કીમને આખરી અોપ આપી દીધો છે. જે પ્રમાણે પોલીસ અધિકારી- પોલીસ ટીમોને બંદોબસ્ત સ્થળે તૈનાત કરી દેવામાં આવ્યાં છે.
સુરત પોલીસ તંત્રના જણાવ્યા મુજબ સ્થાનક પોલીસ વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થાનિક પોલીસ સહિત બહારગામની પોલીસ, અર્ધલશ્કરી દળો સહિતનું પોલીસ કૃમકો મતદાનના દિવસે ખડેપગે બંદોબસ્ત જાળવશે. વધુમાં કાપોદ્રા, સરથાણા, વરાછા, લીંબાયત, ડીંડોલી, ઉધનામાં સીઆઈએસએફની નવ ટીમ, બીએસએફની ૧૮ ટીમ, એએપીએસએપીની સાત ટીમ સહિત સ્થાનિક પોલીસ બંદોબસ્ત સામેલ થયો છે.
જ્યારે પુણા, મહિધરપુરા, સલાબતપુરા, ચોકબજાર, લાલગેટ, કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એપીએસએપીની ૧૭ ટીમ અને સ્થાનિક પોલીસ બંદોબસ્ત જાળવશે તેમજ અઠવા, ઉમરા, ખટોદરા,સચીન, જીઆઈડીસી, પાંડેસરા, અમરોલી, રાંદેર, અડાજણ, જહાંગીરપુરા, ઈચ્છાપોર, હજારી, ડુમસ પોલીસ-મથકના વિસ્તારમાં એપીએસએપી, આઈટીબીપી સહિત ૨૦ ટીમ બંદોબસ્તમાં ફાળવવામાં આવી છે. તેમજ સ્ટ્રોંગ રૂમ માટે આઈટીબીપીની છ ટીમ ફાળવવામાં આવી છે. જ્યારે આઈટીબીપીની ચાર ટીમને રિર્ઝવ રાખવામાં આવી છે. આમ આવતીકાલે મતદાનના દિવસે લશ્કરી અર્ધલશ્કરી સ્થાનિક પોલીસ સહિતના પોલીસ જવાનો લોખંડી બંદોબસ્તમા઼ તૈનાત રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY