ડીંડોલીની પરિણીતાને રૂ.બે લાખના દહેજ માટે ત્રાસ

0
5

ત્રસ્ત પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી
સુરત, તા.૨૨
ડીંડોલી વિસ્તારમાં રહેતી એક પરિણીતા પાસે રૂ.૨ લાખ તથા મોટર સાયકલની દહેજમાં માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ સાસરીયાઓ દ્વારા આપવામાં આવતા ડીંડોલી પોલીસ મથકે પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી.
ડીંડોલી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બારડોલી તાલુકાના માણેકપુર ગામ ખાતે રમણ મદન ઝા રહે છે. તેમના લગ્ન ડીંડોલી વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન રમણ મદન ઝા, મદન તુરંતલાલ ઝા (સસરા), સીતાદેવી મદન ઝા (સાસુ), પવન મદન ઝા (દિયર), ચાંદની પવન ઝા (દેરાણી), વગેરેઓએ દહેજ પેટે રૂ.૨ લાખ તથા મોટર સાયકલની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. જેનાથી કંટાળી જઈ પરિણીતા પોતાના પિયરમાં આવી ડીંડોલી પોલીસ મથકમાં પતિ સહિત સાસરીયાઅો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY