રોકડા રૂપિયા તથા ડાયમંડ-સોનાના ઘરેણાં ચોરાયા
સુરત, તા.૨૨
અલથાણ ચોકી પનાસ ગામ પાસે રાજલક્ષ્મી બંગ્લોઝમાં તસ્કરોએ ઘૂસીને ૪.૫૦ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનો બનાવ ખટોદરા પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પનાસ ગામ રાજલક્ષ્મી બંગ્લોઝમાં ઉર્વી નયન શાહ રહે છે. તેઓ પોતે લેબોરેટરી ચલાવે છે. ગત મોડી રાત્રે તેમના બંગલામાં ઘૂસીને તસ્કરોએ રોકડા રૂ.૮૦ હજાર, સોનાની બે ચેઈન ૨૦ હજાર, બે ડાયમંડના બ્રેસલેટ કિંમત રૂ.૧.૨૦ લાખ, સોનાનું પેન્ડલ કિંમત રૂ.૬૦ હજાર, એક તોલાની રૂદ્રાક્ષની માળા મળી કુલ રૂ.૪.૫૦ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઉર્વી શાહે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



