પૈસાની લાલચ આપી આધેડે કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા હાહાકાર

0
8

સુરત,તા.૨૨
સુરત શહેર ધીમેધીમે ક્રાઇમ સિટી બનતું જાય છે. લૂંટ, હત્યા, દુષ્કર્મ જેવી ઘટનાઓ ધીસેને દીવશે વધતી જતી હોય તેમ લાગી રહ્યું છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે જેમાં એક આધેડે કિશોર સાથે પૈસાની લાલચ આપીને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચર્યું હતું. જોકે, કિશોરે સમગ્ર ઘટના પરિવારને જણાવતા પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અને પોલીસે પોસ્કો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી.
સુરતના પૂર્ણામાં કારગિલ ચોક ખાતે આવેલી એક સોસાયટીમાં સૌરાષ્ટ્રવાસી પરિવાર રહે છે. આ પરિવારનો ૧૬ વર્ષીય પુત્ર જીગર (નામ બદલ્યું) ધો.૧૦માં અભ્યાસ કરે છે. દરમિયાન જીગર છેલ્લા એક વર્ષથી ૪૦ વર્ષીય કનુ નથ્થુભાઇ કથરોટિયા પરેશાન કરતો હતો. વર્ષ અગાઉ અનમિલ સોસાયટીના નાકે આવેલા પાનના ગલ્લે ગયો હતો. ત્યારે આ કનુએ સામાન લાવવાના બહાને પોતાના ઘરે લઇ ગયો હતો. અહીં કનુએ બળજબરી કરી સગીર પાસે મુખમૈથુન કરાવવા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.
આ રીતે એક વર્ષમાં બે વખત કનુએ સગીર સાથે વિકૃત હરકત કરી હતી. રૂ.૧૦ કે ૨૦ આપી ઘરે બોલાવી કનુ દુષ્કૃત્ય આચરતો હતો. જીગરે આ મામલે પરિવારજનોને વાત કરતા આખરે મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પુણા પોલીસે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી કુનિ કાથરોટિયાની ધરપકડ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY