માણાવદરમાં કોંગ્રેસનો ટેકોઃ રેશ્મા પટેલ, રાજકીય અસ્તિત્વ ટકાવવા દાવપેચઃ કોંગ્રેસ

0
7

માણાવદર,તા.૨૨
લોકસભાની સાથે સાથે આજે ૨૩ એપ્રિલના રોજ માણાવદર બેઠકની પેટાચૂંટણી યોજાઈ રહી છે. માણાવદર પેટાચૂંટણીમાં ભાજપમાંથી કેબિનેટ મંત્રી જવાહર ચાવડા જ્યારે તેની સામે કોંગ્રેસમાંથી અરવિંદ લાડાણી ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ આ બન્ને ઉમેદવારોની સાથે સાથે રેશ્મા પટેલે પણ એનસીપીમાં ઉમેદવારી કરી છે. જેને પગલે રેશ્માએ તેને કોંગ્રેસે ટેકો આપ્યો હોવાનો દાવો કર્યો હતો.
જો કે આ અંગે કોંગ્રેસના પ્રવક્ત મનિષ દોશીએ જણાવ્યું કે, રેશ્માનો દાવા તદ્દન પાયા વિહોણો છે. તેનું પોતાનું રાજકીય અસ્તિત્વ જોખમમાં હોવાથી પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા દાવપેચ કરી રહે છે. માણાવદરમાં કોંગ્રેસનો ઉમેદવાર જીતી રહ્યો છે, ત્યારે તે આ પ્રકારના હવાતિયા મારી રહી છે.
રેશ્મા પટેલે આ દાવો માણાવદરનો કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ લાડાણી અને પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાનું નામ લઈને કર્યો છે. આ અંગે લલિત વસોયાએ જણાવ્યું કે અમે ટેકો આપ્યો નથી અને આપવાના પણ નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY