હઝરત કાદીરશાહવલી સુરતીના ઉર્ષની ધામધૂમ પૂર્વક ઉજવણી

0
8

દેશમાં શાંતિ અને સલામતી અંગે દુઆ ગુજારાઈ
સુરત, તા.૨૩
નાનપુરા કાદરશાહની નાળ ખોજા કબ્રસ્તાનમાં આવેલ મશહુર વલી હઝરત કાદીરશાહવલી (ર.અ.) સુરતી જેમના નામથી કાદરશાહની નાળ વિસ્તાર અોળખાય છે. કોલાપીર બાવા, શેરઅલી બાવા અન્ય મજારો આવેલી છે. કોમી એકતાના માહોલમાં ખૂબ જ ધામધૂમથી ઉર્ષની ઉજવણી કરાઈ હતી. કાદીરશાહવલી ચોક કાદરશાહની નાળમાંથી એક ભવ્ય ચાદર ગીલાફ સાથેનું જૂલુસ નીકળ્યું હતું. બધા કોમના લોકો સાથે જાડાયા હતા. સાંજે ૮.૦૦ કલાકે નીયાઝ (ભંડારો) રાખવામાં આવ્યો હતો. દેશમાં શાંતિ સલામતી અને કોમી એકતા જળવાઈ રહે એવી દુઆ ગુજારવાïમાં આવી હતી.
હઝરત કાદીરશાહવલી વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ હાજી વલી મોહંમદ તથા સૈયદ જલાલુદ્દીન તથા સૈયદ કુત્બુદ્દીન તથા સૈયદ ઝફર બાવા તથા ટ્રસ્ટના મેમ્બરો તથા મોહલ્લાવાસીઓ તરફથી આ ઉર્ષની ઉજવણી કરાઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY