નિવૃત્ત ડે. મામલતદારનું નામ યાદીમાંથી નીકળી ગયું
સુરત, તા.૨૩
આજે મતદાનના દિવસે મતદાર યાદીમાંથી અનેક નામોગુમ થતાં લોકો રોષ ઠાલવતાં નજરે પડતા હતા. જમીન સંપાદન અધિકારી તરીકે નિવૃત્તિ થયેલા ડેપ્યુટી મામલતદાર ગીતાબેન ઈશ્વરભાઈ હવેલીવાળા પોતાના મતદાન મથકમાં ૧૨૪/૧૨૫ પ્રાથમિક શાળા રૂઘનાથપુરા, ઓથીયા શેરીમાં મતદાન કરવા ગયા ત્યારે મતદાર યાદીમાં નામ ન હોવાથી મતદાન કરતા અટકાવવામાં આવ્યા હતા. નિવૃત્ત ડેપ્યુટી મામલતદાર ગીતાબેન હવેલીવાલાએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, કાયમ હું મતદાન કરું છું, આ વખતે કંઈ રીતે મારુ નામ મતદાર યાદીમાંથી ગાયબ થઇ ગયું એ મને ખબર નથી અને આ અંગે અું આરટીઆઈ કરવાની છું. આ રીતે અનેક લોકોના નામ મતદાર યાદીમાંથી ગાયબ થયાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



