ગરમીના કારણે સવારેજ એક સાથે મતદાન કરવા મતદારો ઊમટી પડયા
સુરત, તા.૨૩
દક્ષિણ ગુજરાતની સુરત, બારડોલી, નવસારી, વલસાડ લોકસભા બેઠક ઉપર આજે સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું હતું. મતદાતાઓએ ગરમીના પ્રકોપને ધ્યાનમાં રાખીને આજે વહેલી સવારથી મતદાન મથકો ઉપર લાંબી લાઈન લગાવી દીધી હતી. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું આજે મતદાન થઈ રહ્નાં છે. દક્ષિણ ગુજરાતની તમામ બેઠકોનું ભાવિ આજે ઈવીએમ મશીનમાં કેદ થઈ જશે.
૨૪- સુરત સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતક્ષેત્રના કુલ ૧૬,૫૫,૬૫૮ મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જ્યારે બારડોલી સંસદીયડ મત વિસ્તારમાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા ક્ષેત્રના કુલ ૧૩,૫૧,૪૯૩ મતદાતાઅો પોતાનો મત આપશે તેમજ નવસારી સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ ત્રણ વિધાનસભા ક્ષેત્રના ૧૨,૩૪,૬૦૦ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વલસાડ સંસદીય મતક્ષેત્રના કુલ ૧૬,૭૦,૮૬૪ મતદારો મતદાન કરશે.
દક્ષિણ ગુજરાતની સુરત, નવસારી, બારડોલી, વલસાડ સંસદીય બેઠક ક્ષેત્રના તમામ વિસ્તારો, મતદાન મથકો સહિતના વિસ્તારોમાં લોખંડી બંદોબસ્ત તૈનાત છે.
આજે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. સાંજે ૬ઃ૦૦ વાગ્યા સુધીમાં મતદાન થશે. આજે ૬ઃ૦૦ વાગે આ તમામ બેઠકોïની ભાજપ-કોîગ્રેસ સહિતના ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થઈ જશે. ભાજપ-કોîગ્રેસ સહિતના આગેવાનોએ આજે વહેલાસર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
સુરત નવસારી લોકસભા બેઠકના મતક્ષેત્રમાં ભાજપના પ્રમુખ નીતિન ભજિયાવાળા, કોગ્રેસ પ્રમુખ બાબુભાઈ રાયકા, ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી, અરવિંદ રાણા, હર્ષ સંઘવી, ભાજપના ઉમેદવાર સી.આર. પાટિલ, દર્શના જરદોશ, કોîગ્રેસના ઉમેદવાર અશોક પટેલ, ધર્મેશ પટેલ સહિતના ભાજપ-કોગ્રેસના આગેવાનો પોત – પોતાના મતદાન મથકે પહોîચી જઈ મતાધિકારનો ઉપયોગ કરી પોતાના પાના વિજયીનો આશાવાદ વ્યકત કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



