પહેલા મતદાન બાદમાં માતાનાં અંતિમ સંસ્કાર

0
28

સુરત,તા.૨૩
વેસુ રોડ ખાતે વહેલી સવારે કાપડ વેપારી વયોવૃદ્ધ માતાનું મોત થયુ. જોકે તેમના પરિવારે મતદાન બાદ તેમની વયોવૃદ્ધ માતાનું અગ્નિદાહ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. જેથી વારાફરથી પરિવારના ૫૦ સભ્યોએ મતદાન કર્યું હોવાનું જાણવા મળે છે, જ્યારે બીજા બનાવમાં બાઈક પરથી પડી જતા ઈજા પામેલી વૃદ્ધાનું મોડી રાત્રે મોત નીપજ્યું હતુ. જોકે તેમના પરિવારજનો વૃદ્ધાના અંતિમ સંસ્કાર કર્યા બાદ મતદાન કરવા માટે જવાના હોવાનું જાણવા મળે છે.
સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ વેસુ વિસ્તારમાં આવેલા રતન જ્યોતિ એપાર્ટમેન્ટમાં રહેતાં કાપડના વેપારી શ્યામસુંદર અગ્રવાલની માતા સાવિત્રી દેવીનું (ઉ.વ ૯૨) વહેલી સવારે ૪ઃ૩૦ ઉંમરના કારણે કુદરતી રીતે મોત થયું હતું. જેથી તેમના પુત્ર શ્યામસુંદર અગ્રવાલ ઉંમર વર્ષ ૬૦ અને પરિવારે નક્કી કર્યું હતું કે, મતદાન પૂર્ણ થાય બાદમાં પાંચ વાગેમાતાની અંતિમવિધિ કરીશું. સાથે જ પત્ની વીમલા દેવી સાથે શ્યામસુંદર મતદાન કરવા સજાડે પહોંચ્યાં હતાં. બાદમાં વારાફરતી પરિવારના ૫૦ જેટલા સભ્યો મતદાન કરવા માટે જશે. માતાની આંખોનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકમાં કરવામાં આવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY