ચૂંટણીમાં ૯૫ જેટલા ઈવીએમ તથા વીવીપેટ બદલવા પડયા

0
8

સુરત,તા.૨૩
લોકસભાની ચૂંટણીમાં ૯૫ જેટલા ઇવીએમ તથા વીવીપેટ બદલવા પડયા હતા. સુરત લોકસભાની ચૂંટણીમાં ટેÂક્નકલ ખામીના પગલે મોકપોલ પેહલા તથા મોકપોલ દરિમયાન ૨૫ કંટ્રોલ યુનિટ ૨૨ બેલેટ યુનિટ તેમજ ૪૮ વિવિપેટ બદલવા પડ્યા હતા. આ કારણે મતદાનની કામગીરી થોડો સમય અટકી હતી. આ અંગે વધુ માહિતી આપતા સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ માહિતી આપી હતી કે આ લોકસભાની ચૂંટણીમાં કુલ ૨૫ કંટ્રોલ યુનિટ ૨૨ બેલેટ યુનિટ ૪૮ વીવીપેટ બદલવા પડ્યા હતા. તમામ ટેકનીકલ ખામીને કારણે જ બદલામાં આવ્યા હતા. ખાસ કરીને મોકપોલ વખતે જ ૧૮ બી યુ અને ૨૦ કંટ્રોલ યુનિટ તેમજ ૨૭ વીવીપેટ બદલવા પડ્યા હતા.
મતદાન દરમિયાન માત્ર ૪ બેલેટ યુનિટ અને ચાર કંટ્રોલ યુનિટ અને ૨૧ વીવીપેટ બદલો પડ્યા હતા. આ કામગીરીને કારણે મતદાનમાં કોઈ ફરક પડયો ન હોતો. મતદાનની કામગીરી સરળતાથી અને શાંતિપૂર્વક ચાલી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY