જૂતાં છુપાવવની રસ્મમાં જીજા પાસેથી ૩૭ કરોડની માંગણી કરશે પરિણીતી!!

0
56

મુંબઈ,તા.૧૩
પ્રિયંકા ચોપરા અને નિક જાનાસના લગ્ન અંગે હાલ ઘણી વાતો સાંભળવા મળી રહી છે. આ દરમિયાન એક એવી વાત પણ સામે આવી છે કે નિકની સાળી પરિણીતી ચોપરા પોતાના ભાવિ જીજા પાસે જૂતા છુપાવવાની રસ્મ માટે એવી ડિમાન્ડ કરી દીધી છે કે જે આજસુધી કોઈપણ સાળીએ નહીં કરી હોય. વાસ્તવમાં, પરિણીતીએ એક ઈન્ફોટેનમેન્ટ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં ડણાવ્યું કે, તેણે જીજા પાસેથી જૂતા છુપાવવાની રસ્મને બદલે ૫ મિલિયન ડાલર (૩૭ કરોડ રૂપિયા)ની ડિમાન્ડ કરી છે. પરંતુ જીજા તેમની સાળી કરતા પણ વધુ ચાલાક નીકળ્યા. ઈન્ટરવ્યૂ દરમિયાન પરિએ જણાવ્યું કે, જીજા નિકે તેને ૧૦ ડાલર (૭૪૦ રૂપિયા) આપવાનો વાયદો કર્યો છે. પરિનું કહેવું છે કે, તે પોતાના જીજાને આટલી સરળતાથી છોડવાની નથી.
પરિણીતીએ પોતાની અપકમિંગ ફિલ્મના પ્રમોશન દરમિયાન જણાવ્યું હતું કે, તે દીદી પ્રિયંકા ચોપરાના લગ્ન માટે કઈ તૈયારીઓ કરી ચૂકી છે.
ઈન્ટરવ્યૂના એક સવાલના જવાબમાં પરિણીતીએ જણાવ્યું હતું કે તે દીદીના લગ્નમાં કયા ગીતો પર ડાન્સ કરશે. તેણે જણાવ્યું કે, તે ‘તૂને મારી એન્ટ્રી..’, ‘રામ ચાહે લીલા ચાહે રામ..’ જેવા ગીતો પર ડાન્સ કરશે. આ ઉપરાંત તે જીજા નિકના ગીતો પર પણ ડાન્સ કરશે.
પ્રિયંકાની ઓગસ્ટમાં થયેલી રોકા સેરેમનીમાં પરિણીતી ઘણી એક્સાઈટેડ હતી. સેરેમનીમાં પહોંચવાવાળી તે પ્રથમ સેલેબ હતી. રોકા સેરેમની પહેલા તે પોતાની બહેન અને ભાવિ જીજા સાથે ગોવામાં વેકેશન માણવા પણ ગઈ હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY