સુરત, તા.૨૪
નવસારી બજાર મેઈન રોડ ઢબુવાળાની ગલી પાસે ગાળો બોલવાની ના પાડવાનું કહેવા જતા એક યુવક પર લાકડા ફટકા વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજાઅો પહોંચાડી ફરાર થઈ ગયો હોવાનો બનાવ આરોપી ફિરોઝ સામે સલાબતપુરા પોલીસી મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સલાબતપુરા હળપતિ કોલોની પાસે મોહમ્મદ યુનુસ મોહમ્મદ યાકુબ મોમીન રહે છે. નવસારી બજાર ઢબુવાળાની ગલી પાસે ફિરોઝ ઉર્ફે પાટિયાનો નાનો ભાઈકોઈપણ કારણ વગર એક વ્યકિતને ગાળો બોલતો હતો. જેથી મોહમ્મદ યુનુસ મોહમ્મદ મોમીને ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા ફિરોઝે લાકડાના ફટકા વડે હુમલો માથાના ભાગે કરી ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત યુવકે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી-૩૨૪,૧૧૪ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



