વઘઈ ખાતે ચાઈનીઝ રીમોટમાં વિસ્ફોટ : બાળકના હાથમાં ઈજા

0
13

વઘઈના ધોડવહળ ગામમાં નકલી ચાઈનીઝ રીમોટમાં ધડાકો થયો
વઘઈ, તા.૨૪
ડાંગના વઘઇ તાલુકાના ઘોડવહળ ગામે ટીવીનાં ડુપ્લીકેટ ચાઈનીઝ રિમોટમાં અચાનક વિસ્ફોટ થતા ૯ વર્ષના બાળકના હાથમાં ઇજા પહોંચી હતી. જેથી બાળકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, ડાંગના વઘઇ તાલુકાના ઘોડવહળ ગામે સુરજ ભાગવતભાઈ ભુસારા(ઉ.વ.૯) પરિવાર સાથે રહે છે. હાલ વેકેશન હોવાથી સુરજ ઘરમાં ટીવી જોઈ રહ્યો હતો. દરમિયાન ટીવીનાં ડુપ્લીકેટ ચાઈનીઝ રિમોટમાં વિસ્ફોટ થયો હતો. જેથી તેના હાથ અને શરીરના અન્ય ભાગોમાં પણ ઈજા થઈ હતી. ધડાકાનો અવાજ આવતા અને દીકરાની બુમાબુમથી પરિવારજનો દોડી આવ્યા હતા. અને દીકરાને લોહીલુહાણ હાલતમાં જોઈને હેબતાઈ ગયો હતો. ત્યારબાદ તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. અને હાલત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY