ભારત દેશની સૌથી મોટી ગેમિંગ ચેમ્પિયનશીપ ડ્યુ એરિના સુરતમાં

0
7

ડ્યુ એરિના ૮ રાજ્યના ૨૦૦થી વધુ સ્થળો પર પ્રવાસ કરશે
સુરત, તા.૨૪

માઉન્ટેન ડ્‌યુએ તેની અત્યંત સફળ વાર્ષિક ગેમિંગ પ્રોપર્ટી ડ્‌યુ એરિના સાથે પાછું ફર્યું છે. આ ચેમ્પિયનશીપ વધુને વધુ ઝડપે વધી રહી છે. ૨૦૧૬માં ૨૨,૦૦૦ સ્પર્ધકોમાંથી શરૂ થયેલી આ સ્પર્ધામાં ૨૦૧૮માં ૭,૦૦,૦૦૦ સ્પર્ધકો નોંધાયા હતા.
સમગ્ર દેશમાંથી સ્પર્ધકો, ટ્રાવેલિંગ ડ્‌યુ એરિના ગેમિંગ ટ્રક્સ દ્વારા કે ઓનલાઈન કે મોબાઈલની મદદથી ભાગ લઈ શકે છે.
સુરત ખાતે ડ્‌યુ એરિનાનું આગમન ૨૪ થી ૨૭ એપ્રિલે થશે. વિક્ષેપક નિઓન ગેમિંગ ટ્રકમાં ૧૬ ગેમિંગ સ્ટેશનથી ફિટ છે, વીઆર હેડસેટ પૂરું પાડવામાં આવ્યું છે, જે સમગ્ર દેશમાં ગેમિંગના ઉત્સાહિતો માટેનો આ પ્રકારનો આ અલગ જ અનુભવ છે. આ ટ્રક સુરત શહેરમાં ૨૪ એપ્રિલે યોગી ચોક, ૨૫ એપ્રિલે પીયુશ પોઈન્ટ, ૨૬ એપ્રિલે ચોપાટી અઠવાલાઈન અને ૨૭ એપ્રિલે સીટીલાઈટ કોમ્પલેક્ષ, અશોક પાનની બાજુમાં. દેશની સૌથી મોટી ઓન-ગ્રાઉન્ડ ગેમિંગ ચેમ્પિયનશીપ સમગ્ર દેશના ૮ રાજ્યોના ૨૦૦ સ્થળોએ ફરશે. જેમાં ૭ મહિનાના ગાળામાં હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકનો સમાવેશ થાય છે.
ડ્‌યુ એપિનાએ સતત રિસ્ક ઉઠા નામ બનાની બ્રાન્ડ ફિલોસોફી પર કામ કરે છે, જે તેના સ્પર્ધકોને તેની પ્રતિભા દર્શાવવાનો તથા પોતાના માટે નામ કમાવાનો મોકો આપે છે. ડ્‌યુ એરિના વિજેતાઓને ડ્‌યુ બોટ્‌લ્સની મર્યાદિત આવૃતિ પર ચમકવાનો મોકો પણ આપે છે. આ ઉપરાંત આ ચેમ્પિયનશીપની મદદથી તેઓ રૂ.૨૦ લાખની કિંમતના ઇનામો જીતવા પણ સક્ષમ બનશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY