ગતિથી પણ આગળ વધવા વનપ્લસ ૨૦૧૯ ઈવેન્ટ રજૂઆત

0
9

વનપ્લસની સાથે ઝડપી અને સરળ ક્રાંતિમાં જોડાવા અપીલ
સુરત, તા.૨૪

એક સફળ વર્ષ બાદ, અમે હવે અમારું તદ્દન નવું ડિવાઈસ ૨૦૧૯માં રજૂ કરી રહ્યા છે, અત્યાર સુધીની સૌથી મોટી એક રજૂઆતની ઇવેન્ટમાં સમગ્ર વિશ્વને અમારી સાથે બેંગ્લોર ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર, બેંગ્લોર ખાતે, મંગળવાર, ૧૪મી મે, ૨૦૧૯ના સાંજે ૮.૧૫ના રોજ અમારી સાથે જોડાવવા માટે આવકારીએ છીએ. અમે રજૂ કરી રહ્યા છીએ ભવિષ્યનું એક ડિવાઈસ, જેમાં ઉત્કૃષ્ટ કારીગરી અને પ્રગતિશીલ ટેકનોલોજીનો સમાવેશ થાય છે.
રજૂઆતની ઇવેન્ટ માટેના પ્રવેશ વાઉચર વનપ્લસ ડોટ ઇન (oneplus.in) પર ૨૫મી એપ્રિલ, ૨૦૧૯થી સવારે ૧૦ વાગ્યાથી પ્રાપ્ય. આ ઇવેન્ટમાં હાજર રહેલા લોકો અમારા નવા પ્રગતિશીલ ડિવાઈસની ખાસ રજૂઆતના સાક્ષી બનશે. વનપ્લસના સ્ટાફ તથા અન્ય કમ્યુનિટીના સભ્યોની સાથે મુલાકાત માટે તમારું બૂકિંગ આજે જ કરાવો અને અનુભવ તથા ડેમો વિશેની ચર્ચામાં ભાગ લો. આ સિમાચિન્હરૂપ ઇવેન્ટમાં વનપ્લસ કમ્યુનિટી પણ જોડાશે, જેમને વનપ્લસને ઉભું થવામાં તથા તેને આગળ વધવામાં સતત મદદ કરી છે. સાથેમળીને આપણે નવા વનપ્લસ ડિવાઈસને સૌથી મોટી ઇવેન્ટ દ્વારા કંપનીના ઇતિહાસની સૌથી મોટી રજૂઆત તરીકે એક વૈશ્વિક ઇવેન્ટ દ્વારા રજૂ કરીશું અને જેમાં સમગ્ર વિશ્વમાંથી લગભગ ૮૦૦૦થી વધુ લોકો હાજરી આપે તેવો અંદાજ છે. આ ઉપરાંત કંપનીના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે, ભારત, યુએસએ અને યુરોપના મુખ્ય ક્ષેત્ર એક સાથે આ પ્રોડક્ટની રજૂઆતના સાક્ષી બનશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY