મોંઘી ગીફટની લાલચમાં વરાછાના ગાંગાણીએ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા
સુરત, તા.૨૫
ઠગ લોકો ભોલા લોકોને લૂંટી લેવા અવનવી તરકીબો અજમાવતા હોય છે અને પ્રલોભનમાં લોકો આબાદ રીતે છેતરાઈ જતા હોય છે. અજાણી મીહલાએ મોંઘી ગીફટના નામે વરાછા વ્યકિત પાસેથી મોટી રકમ પડાવી લીધી હોવાનો કિસ્સો પોલીસ ફરિયાદના કારણે પ્રકાશમાં આવ્યો છે.
સોશિયલ મીડિયા મારફતે એક અજાણી મહિલાએ ગીફટ આપવાને બહાને રૂપિયા ૨,૮૧,૫૦૦ પડાવી લીધો હોવાનો બનાવ સલાબતપુરા પોલીસ સ્ટેશને નોંધાયો હતો.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વરાછા એલએચ રોડ કિરણ પાર્ક સોસાયટીમાં રહેતા ગોપાલ લાલજીભાઈ ગાંગાણીએ એક અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી મહિલાએ ફરિયાદી સાથે સોશિયલ મીડિયા એપ્લીકેશન દ્વારા સંપર્ક કરી મસમોટી ગીફટ આપવાની લાલચ આપી અલગ-અલગ ચાર્જ પેટે રૂપિયા ૨,૮૧,૫૦૦ પડાવી ખોટા પ્રમાણપત્રો રસીદો આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. સલાબતપુરા પોલીસે ફરિયાદ નોંધી પો.ઈ. પી.જે. ચૌધરીએ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




