ઉકાઈ ડેમમાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સ્થિતિ મુજબ સુરત શહેરમાં પાણી કાપ મૂકાવાની શક્યતા : સવારથી અડાજણ વિસ્તારમાં વીજળી બંધ
સુરત, તા.૨૫
સુરત શહેરમાં લોકસભાની ચૂંટણી ગત તા. ૨૩મીએ પૂર્ણ થયાં બાદ પાણી અને વીજળી કામ શરૂ થઈ ગયો છે એમ કહેવાય છે કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદારો દ્વારા વ્યાપક પ્રમાણમાં પાણી-વીજળી કાપનો વિરોધ કરે એને ધ્યાનમાં રાખીને ઉકાઈ જળાશયમાં પાણીના પુરવઠો ઓછો હોવા છતાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા નિયમિત પાણી પુરવઠો સપ્લાય કરવામાં આવતો હતો. તેમજ જીઈબી, ટોરેન્ટ પાવર દ્વારા પણ વીજળી કાપ કરવામાં આવતો ન હતો.હવે ચૂંટણી પત્યા બાદ સુરતની પ્રજાના માથે ભર ઉનાળે પાણી-વીજ કાપનું સંકટ ટોળાઈ રહ્નાં છે. આજે સવારથી જ અડાજણ સહિતના વિસ્તારોમાં વીજળી ગુમ થઈ ગઈ હતી.
ઉકાઈ ડેમમાં પાણીની સ્થિતિ જોતા આગામી દિવસોમાં સુરત શહેરમાં પાણીની વિકટ સમસ્યા ઊભી થશે. ઉનાળા સમય દરમિયાન જરૂરિયાત કરતા ઓછુ પાણી સપ્લાય થશે એ વાત ચોક્કસ છે.
સુરત મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ જળ સંકટને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં ફરજિયાત પાણી કાપ મૂકવા જ પડશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




