ટ્યૂશન શિક્ષકની હેવાનિયત, વિદ્યાર્થીને માર મારતા આઈસીયુમાં સારવાર હેઠળ

0
6

સુરત,તા.૨૬
સુરતના કીમમાં ટ્યૂશન શિક્ષકની હેવાનિયતનો મામલો સામે આવ્યો છે. ટ્યુશન ક્લાસીસના શિક્ષક દિપક સોલંકી સામે ફરિયાદ નોંધાઈ છે. શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા સારવાર અર્થે ખસેડાયો છે.
ધોરણ ૧૨ના વિદ્યાર્થીને ટ્યૂશન શિક્ષકે માર માર્યો હતો. વાલીઓ અને વિદ્યાર્થીઓ કીમ પોલીસ મથકે પહોંચ્યા હતા. ફરિયાદ નોંધાયા બાદ આરોપી દિપક સોલંકી પોલીસ પકડથી દૂર છે.
વિદ્યાર્થીને માથા તેમજ પેઢાના ભાગે માર મારવામાં આવતા હાલ સુરત ખાનગી હોસ્પિટલમાં આઈસીયુ સારવાર હેઠળ છે. મોડી રાત્રે પોલીસે ઇપીકો કલમ – ૩૨૩ તથા એસ.સી અત્યાચાર નિવારણ ૨૦૧૫ કલમ ૩ (૨) (૫ અ) મુજબ ગુનો નોંધ્યો છે. જાકે અત્યાર સુધી શિક્ષક દિપક સોલંકીની ધરપકડ થઇ શકી નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY