શોખના કારણે પોલીસ બનીને ફરતો હોવાનો પોલીસ સમક્ષ ખુલાસો
સુરત, તા.૨૫
ઉધના દરવાજા એપલ હોસ્પિટલ પાસે એક વ્યકિત પોલીસ વિભાગમાં નોકરી કરતો નથી, પરંતુ પીએસઆઈનો યુનિફોર્મ પહેરી પસાર થવાનો હોવાની બાતમીના આધારે એસઓજી ટીમે ઝડપી લીધો હતો.
સુરત શહેર એસઓજી શાખા દ્વારા મળતી માહિતી મુજબ ઉધના દરવાજા પાસે ડુપ્લિકેટ પીએસઆઈ ફરતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી પરસોત્તમ ધનજી લહેરી (પટેલ) રહે ૫/૩૪ બેઠી કોલોની ઉધના દરવાજા મૂળ રહે. જુના સાવરગામ તા. સાવરકુંડલા, જી. અમરેલીને ઝડપી લીધો હતો. પરસોત્તમ લહેરીની પ્રાથમિક પૂછપરછ કરતા તેને પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરવાનો શોખ હોય તેણે આ યુનિફોર્મ દુકાનમાં ખરીદી કરી પહેરી બાદ નીકળતો હતો જેથી લોકો તેને પીએસઆઈ સમજે એસઓજીએ તેણી પાસેથી પીએસઆઈનો યુનિફોર્મ, ૨ મોબાઈલ ફોન, પીએસઆઈના ડ્રેસ પહેરે ફોટાવાળુ નેશનલ ડીફેન્સ ઓર્ગેનાઈઝેશન ગુજરાત સ્ટેટનું આઈકાર્ડ, ઓલ ઈન્ડિયા કરપ્સન એન્ડ હ્નામન રાઈટસ કાઉન્સિલનું આઈકાર્ડ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



