સુરતમાં શનિવારે તાપમાનનો પારો ૪૪ ડિગ્રીએ પહોંચવાની પ્રબળ શક્યતા

0
22

આભમાંથી અગન વર્ષા થવાની આગાહીના કારણે સુરતમાં એલર્ટ
સુરત, તા.૨૫
સમગ્ર રાજ્યમાં ઉત્તર-પૂર્વ દિશાથી ફૂંકાઈ રહેલ ગરમ પવનના લીધે તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. વધતા તાપમાનને લઈનેહવામાન વિભાગ દ્વરા રેડ એલર્ટ જાહેર કરાયું છે. કાલે અમદાવાદમાં અને શનિવારે સુરતમાં ૪૪ થી ૪૫ ડિગ્રી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં ૨૬ થી ૨૮ મી એપ્રિલ સુધી ભારે ગરમીની આગાહી કરવામાં આવી છે. અધિકત્તમ તાપમાનનો પારો ૪૩ થી ૪૫ ડિગ્રી સુધી પહોંચવાની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ કાળઝાળ ગરમીની આગાહીના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. મોડીરાત્રે ૧૧ વાગ્યા સુધી જાહેર બાગ બગીચા ખુલ્લા રહેશે બસ સટેન્ડ, રેલવે સ્ટેશન, બીઆરટીએસ સ્ટેન્ડ ખાતે પાણી અને ઓઆરએસના પેકેટના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. અસહૃય ગરમીથી બેભાન થનારા લોકોની સારવાર માટે મોબાઈલ ડિસ્પેન્સરી સ્ટેન્ડ બાયડ રાખવામાં આવી છે.
સુરતમાં આજે અધિકત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. ન્યુનત્તમ તાપમાન ૨૬.૬ ડિગ્રી નોંધાયું છે. સવારથી ઉત્તર પૂર્વ દિશાથી ગરમ પવન ફૂંકાઈ રહ્ના છે. ગતરોજની સરખામણીએ આજે તાપમાન યથાવત છે પરંતુ પવનની ગતિ વધી છે. આગામી બે દિવસ અસહૃય ગરમીની આગાહી કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY