પિમ વિધાનસભાના મતદારોનો આભાર વ્યક્ત કરતા પૂર્ણેશ મોદી

0
6

સુરત બેઠક પર ભાજપનો વિશ્વ ઐતિહાસિક બનવાનો દાવો
સુરત, તા.૨૫
૨૩-બારડોલી લોકસભા બેઠકના પ્રભારી પૂર્ણેશભાઈ મોદી એક નિવેદનમાં જણાવે છે કે, બારડોલી લોકસભા બેઠકના મતદારોએ ૭૩.૫૭ ટકા મતદાન સાથે શ્રેષ્ઠ મતદાન કરી જનાદેશ ભાજપ તરફી હોવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. બારડોલી લોકસભા બેઠકમાં કાર્યકર્તાઓનો ઉત્સાહ અને લોકોનું જનસમર્થન ભાજપને ઐતિહાસિક વિજય અપાવશે. ૨૩ બારડોલી લોકસભા મત વિસ્તારના ભાજપના લોકિ­ય ઉમેદવાર પરભુભાઈ વસાવા ૧ લાખની જંગી લીડથી વિજયી નીવડશે.
સાથે સાથે ૧૬૭-સુરત પિમ વિધાનસભાના ધારાસભ્ય અને મુખ્ય ચૂંટણી કન્વીનર પૂર્ણેશબાઈ મોદી ૨૪- સુરત સંસદીય મત વિસ્તાર અંતર્ગત ૧૬૭- સુરત પિમ વિધાનસભામાં ૭૦.૩૨ ટકા મતદાન સાથે પ્રથમ ક્રમ હાંસલ કરવા બદલ તમામ મતદાતાઓ, સુજ્ઞ નાગરિકો, ભાજપના ખંતીલા અને કર્મઠ કાર્યકરો, શુભેચ્છકોનો આભાર પણ વ્યક્ત કરે છે. બળબળતી બપોરમાં ભારે ગરમી વચ્ચે પણ લોકોએ લાંબી કતાર લગાડી મોટાપાયે મતદાન કરી લોકશાહીના મૂલ્યોનું જતન કર્યું છે. લોકોનો ઉત્સાહ જાતા સ્પષ્ટ લાગે છે કે, ૧૬૭- સુરત પિમ વિધાનસભામાંથી ભાજપના ઉમેદવાર દર્શનાબેન જરદોષને અંદાજે ૧ લાખથી વધુની જંગી લીડ પ્રાપ્ત થશે. જરદોષનો વિજય ઐતિહાસિક બની રહેશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY